સાહિત્ય જગતનાં ઉચ્ચ દરજ્જાના મહાન કવિ આદિલ મન્સુરીએ અચાનક જ આપણી વચ્ચેથી વિદાય લીધી છે.
આજે આદિલ આપણી સાથે નથી પરંતુ તેમની શાયરીઓ, કવિતાઓ અને તેમની યાદ સદાય આપણી સાથે રહેશે..........
આદિલની એક ખુબ જ જાણીતી અને યુવાનોને પ્રિય અએવી રચના સાથે તેમને શ્રધાંજલી અર્પીએ........
જયારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે
ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે
પહેલા પવનમાં કયારે હતી આટલી મહેક
રસ્તામાં તારી સાથે મુલાકાત થઈ હશે
ઘૂંઘટ ખૂલ્યો હશે અને ઊઘડી હશે સવાર
ઝૂલ્ફો ઢળી હશે ને પછી રાત થઈ હશે
ઊતરી ગયા છે ફૂલોના ચહેરા વસંતમાં
તારા જ રૂપરંગ વિશે વાત થઈ હશે
‘આદિલ’ને તે દિવસથી મળ્યું દર્દ દોસ્તો
દુનિયાની જે દિવસથી શરૂઆત થઈ હશે
Thursday, November 6, 2008
Friday, October 3, 2008
જીવન એટલે શું?
જીવન એટલે શું?
મારા મત મુજબ જીવન એટલે સાગરમંથન.....
આશાઓ અને અપેક્ષાઓનો સાગર અને જવાબદારીઓ અને ફરજો પુરી કરવાની મથામણ....
આપ શું માનો છો??????
મારા મત મુજબ જીવન એટલે સાગરમંથન.....
આશાઓ અને અપેક્ષાઓનો સાગર અને જવાબદારીઓ અને ફરજો પુરી કરવાની મથામણ....
આપ શું માનો છો??????
Subscribe to:
Posts (Atom)
